• ગુરુવાર, 26 માર્ચ, 2026

કિવીઝ ઓલરાઉન્ડર એમિલિયા કેરનો ટી-20માં નવો વિક્રમ

ક્રાઇસ્ટચર્ચ, તા. 2પ : ન્યૂઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર એમિલિયા કેરે મહિલા ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દ. આફ્રિકા મહિલા ટીમ સામેની અંતિમ ટી-20 મેચમાં એમિલિયા કેરે પપ દડામાં 10પ રનની શતકીય ઇનિંગ રમી હતી. આથી કિવીઝ મહિલા ટીમનો 92 રને સરળ વિજય થયો હતો અને 4-1થી શ્રેણી કબજે કરી હતી. 10પ રનની ઈનિંગ સાથે એમિલિયા કેર પુરુષ અને મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સતત સૌથી વધુ વખત 30 પ્લસ સ્કોર કરનારી બેટર બની ગઇ છે. તેણીએ 11મી ઈનિંગમાં સતત 30 ઉપરનો સ્કોર બનાવ્યો છે. આ મામલે મહિલા ક્રિકેટમાં તેણે શ્રીલંકાની ચમિરા અટાપટુ અને રોમાનિયાની રેબેકા બ્લેક (9 વખત) અને પુરુષ ટી-20માં રોહિત શર્મા અને મોહમ્મદ રિઝવાન (7 વખત)ના રેકોર્ડ તોડયા છે. પાછલી 11 મેચમાં કેરે 669 રન અને 12 વિકેટ લીધી છે.  પાંચમી ટી-20 મેચમાં કિવીઝ મહિલા ટીમના 6 વિકેટે 194 રનના જવાબમાં આફ્રિકી મહિલા ટીમ 9 વિકેટે 102 રન કરી શકી હતી.

Panchang

dd