• ગુરુવાર, 26 માર્ચ, 2026

રાપરનાં મોડામાં બે શખ્સની દેશી બંદૂક સાથે ધરપકડ

ગાંધીધામ, તા. 25 : રાપરનાં મોડા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી બે દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આડેસર પોલીસ મોડા ગામમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બે શખ્સ કેનાલ બાજુ શિકાર માટે ગયા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કેનાલ બાજુ વોચ ગોઠવી હતી. તેવામાં બે શખ્સ સામેથી આવતા બંનેને પકડી લેવાયા હતા. બંને પાસે બંદૂક મળતાં ગામના સુરેશ ભીખા કોળી અને રામજી રાઘુ કોળી નામના આ શખ્સોની અટક કરાઇ હતી. તેમની પાસેથી ત્રણ ફૂટ છ ઇંચની એક તથા ત્રણ ફૂટ નવ ઇંચની એક એમ બે દેશી બંદૂક કિંમત રૂા. 10,000ના બે અગ્નિશત્ર જપ્ત કરાયા હતા. આ બંને બંદૂક કયાંથી લાવ્યા હતા તે બહાર આવ્યું નહોતું.

Panchang

dd