ભુજ, તા. 25 : તાલુકાના
ખાવડા ખાતે આવેલા આર.ઈ. પાર્કની કંપનીમાંથી રૂા. 2.86 લાખના કેબલ અને બસબારના
મુદ્દામાલની ચોરી થઈ હતી. મૂળ ઓરિસ્સાના હાલે અદાણી ગ્રીન એનર્જી ખાવડા ખાતે
પીએસએસ-6માં રહેતા પ્લાનિંગ એન્ડ બાલિંગ ઈજનેર રાજેશકુમાર સદાનંદ
રાઉતે ખાવડા પોલીસ મથકે જણાવ્યું કે,
પ્લાન્ટના અલગ-અલગ બ્લોકમાં આવેલી સોલાર પ્લેટોમાં લગાવેલા અઢી
લાખના કોપર વાયર અને 36 હજારની બસબારની 36 પટ્ટીઓ
મળી કુલ 2.86 લાખની ચોરી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તા. 24/3ના
એકાદ દિવસ પહેલાં કરવામાં આવી હતી,
જેથી ખાવડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.