• મંગળવાર, 15 એપ્રિલ, 2025

ગાંધીધામ : રેડિશન ક્રિકેટ લીગમાં અંબાજી ગ્રુપ ચેમ્પિયન

ગાંધીધામ, તા. 13 : અહીંની પંચતારક હોટેલ રેડિશન રિસોર્ટ એન્ડ સ્પા કંડલા દ્વારા ક્લબના સભ્યોને સંગઠિત કરવાના ઉદ્દેશસર રેડિશન ક્રિકેટ લીગ-2025 યોજાઈ હતી, જેમાં અંબાજી ગ્રુપની ટીમ વિજેતા બની હતી. પરંપરાગત આ ક્રિકેટ  ટૂર્નામેન્ટમાં ચાલુ વર્ષે દરિયા ઈલેવન, એ.ટી.સી., પોપ્યુલર કચ્છ, શ્રીરામ ઈલેવન, એક્વડેફ, અંબાજી  ગ્રુપ, કિયોરા ઈલેવન  સહિત કુલ સાત ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં પ્રથમ શ્રીરામ ઈલેવન ટીમે ટોસ જીતી બોલિંગ કરવાની પસંદગી કરી હતી. અંબાજી ગ્રુપની ટીમે 122 રન બનાવ્યા હતા, જેની સામે શ્રીરામ ઈલેવન ટીમ 91 રનમાં સમેટાઈ હતી. અંબાજી ગ્રુપની ટીમ 31 રને વિજેતા જાહેર થઈ હતી. ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ સુમિત હુંબલ રહ્યા   હતા તેમજ મેન ઓફ ધ મેચ શુભમ મિશ્રા રહ્યા હતા. ફાઈનલ મેચમાં મુખ્ય અતિથિપદે લેફ્ટનન્ટ કર્નલ શશાંક કોટિયન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રેડિશન રિસોર્ટ એન્ડ સ્પા  કંડલાના જનરલ મેનેજર નવીન ડોંગરા, ક્લબ-ર રેડિશનના મેનેજર મનીષ દ્વારા અતિથિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  વિજેતા અને શ્રેષ્ઠ ખેલાડીઓને મહેમાનો હસ્તે સન્માનવામાં આવ્યા હતા. નોંધપાત્ર છે કે, સળંગ છ વર્ષથી ગુજરાત ટૂરિઝમ એવોર્ડથી  સન્માનિત રેડિશન રિસોર્ટ એન્ડ  સ્પા-કંડલા સમગ્ર એશિયામાં એક  જ એવો રેડિશન રિસોર્ટ છે, જે ક્લબની સુવિધા આપે છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબની સુવિધાને સરખાવી શકાય તે પ્રકારની સુવિધા અહીં આપવામાં આવે છે, જેમાં સ્વિમિંગ પૂલ, કિડ્સ પૂલ, જીમ્નેશિયમ, સ્પા, મોડર્ન સલૂન, યોગા હોલબેડમિન્ટન, સ્ક્વોશ, મિનિ થિયેટર, પૂલ-સ્નૂકર, ટેબલ ટેનિસ, ગેમઝોન, લાયબ્રેરી સહિતનો સમાવેશ થાય છે. એમ.ડી. મુકેશ આચાર્યે જણાવ્યું હતું કે, પંચતારક આ રિસોર્ટમાં  રેડિશન ક્રિકેટ લીગ, આર્ટ દે-ફિયેસ્ટા આર્ટ ફેસ્ટિવલ, બાળકો માટે સમર કેમ્પ, આરોગ્ય સેમિનાર સાથોસાથ પતંગ ઉત્સવ, વેલેન્ટાઈન ડેહોળી, જન્માષ્ટમી, નાતાલ, નવાં વર્ષની આવકાર ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રિસોર્ટ દ્વારા સામાજિક ઉત્તરદાયીત્વના ભાગરૂપે   રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, અર્થ અવર, પર્યાવરણ દિવસ, ગ્રીન ડે, નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd