કોલકાતા, તા. 13 : વકફ કાયદાના વિરોધમાં બંગાળમાં
ફાટી નીકળેલી હિંસાની આગ વચ્ચે તૃણમૂલ સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ચા પીતાં-પીતાં
પોસ્ટ કરેલી તસવીર પર રાજકીય ઘમસાણ મચી ગયું હતું. ત્રણ લોકોના જીવ લેનાર હિંસાથી બંગાળના
મુર્શિદાબાદ ઉત્તર 24 52ગણા, હુગલી અને માલદી જિલ્લામાં ભારોભાર અજંપાની
સ્થિતિ વચ્ચે 500થી વધુ હિન્દુ
પોતાનાં ઘર છોડીને હિજરત કરી ગયા હતા. કેટલાક લોકોએ માલદાનાં વૈષ્ણવનગરની એક શાળામાં
આશ્રય લીધો હતો. તેમણે પોતાનાં ઘરોમાં તોડફોડ અને આગ લગાડવાનો આરોપ મૂકયો હતો. ભાજપ
પ્રવક્તા શહજાદ પુનાવાલાએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, બંગાળ સળગી રહ્યું છે. પોલીસ ચૂપ છે અને સાંસદ
યુસુફ પઠાણ ચાની ચૂસ્કી લેતાં-લેતાં હિન્દુઓની
હત્યાનો આનંદ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ વિરોધ પ્રદર્શન
દરમિયાન થયેલી હિંસા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિંસામાં બહારના લોકો અથવા ભાજપના લોકો સામેલ હતા. ચૌધરીએ એવો પણ દાવો કર્યો
હતો કે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો તેઓ બીએસએફની ગોળીઓથી
માર્યા ગયા હતા. રાજ્ય સરકારની પોલીસે ગોળીબાર કર્યો નથી. મંત્રીએ કહ્યું કે,
આ સરકારને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું. વકફ કાયદા વિરોધી હિંસાની
આગથી રાજકીય ગરમાવા વચ્ચે કેસરિયા પક્ષ તરફથી વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ
કહ્યુyં હતું કે, બંગાળમાં હિન્દુઓ સુરક્ષિત નથી. ભીડે પિતા-પુત્રની
મારપીટ કરીને હત્યા કરી નાખી. હિન્દુઓને નિશાન બનાવાય છે. 35 પોલીસ જવાન ઘાયલ થઈ ગયા છે, પરંતુ મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિમાં
વ્યસ્ત છે, તેવા પ્રહારો અધિકારીએ કર્યા હતા. એક તરફ `ઈન્ડિયા'
જોડાણ હિંસા વચ્ચે મમતા સરકારને સમર્થન આપી રહ્યું છે, તો બીજી તરફ ભાજપે મમતા પર ઉપદ્રવી તત્ત્વોને ખુલ્લી છૂટ આપવાનો આરોપ મૂક્યો
હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, વકફ કાયદાના વિરોધની આડમાં હિન્દુઓની હત્યા કરાવાય છે. દરમ્યાન હિંસાની ઘટનાઓમાં 150થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી
છે. કેન્દ્ર સરકારે 1600 જવાન બંગાળના
હિંસાગ્રસ્ત ભાગોમાં તૈનાત કરી દીધા હતા. દરમિયાન આસામના સિલચરમાં હિંસા ભડકી છે. અમુક
પ્રદર્શનકારીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે
લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષ ઉપર મુર્શિદાબાદમાં હિંસા ભડકાવવાનો આરોપ મુક્યો
હતો અને કહ્યું હતું કે, ત્રણ હિન્દુની
ઘરમાંથી ખેંચીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બીજી તરફ ટીએમસી સાંસદ યુસુફ પઠાણ
એક તસવીર શેર કરીને વિવાદમાં આવ્યા છે. તસવીરમાં યુસુફ પઠાણ ચાનો આનંદ માણી રહ્યો છે,
જ્યારે તેના સંસદીય વિસ્તારમાં હિંસા ચાલી રહી છે.