ભુજ, તા. 13 : શહેરના સરપટ નાકા બહાર ગીતા
કોટેજમાં જાહેરમાં તીનપત્તીના જુગાર પર પોલીસે દરોડો પાડી સાત મહિલા સહિત નવ જુગારીને
ઝડપી લીધા હતા. જ્યારે તાલુકાના બળદિયામાં ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત
છ ખેલી પકડાયા હતા. આજે સાંજે એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી
કે, ગીતા કોટેજમાં કિરણબેન મોહન કોલીવાળા રહેણાક
મકાનની બહાર જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડતાં તીનપત્તીનો
જુગાર રમતા લક્ષ્મીબેન ભાવેશભાઇ ગોસ્વામી, આશા કપિલભાઇ ગરવા,
પારૂબેન હેમરા કોલી, રજિયાબાઇ ફકીરમામદ જત,
જરીનાબેન સુલતાન નોતિયાર, ચંદ્રિકાબેન જીવરાજ મકવાણા,
કિરણબેન મોહન કોલી તથા ઇકબાલ સિધિક અબડા અને પપુ ઉર્ફે પપ્પી કાસમ કુંભાર
(રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 12,970ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસમાં હનુમાન મંદિરચોક પાસે આજે સાંજે જાહેરમાં
ગંજીપાના વડે જુગાર રમતા રામજી માયા મકવાણા, ગાંગજી ડાયા મહેશ્વરી, પ્રેમિલાબેન ઉમરભાઇ મકવાણા,
લખીબાઇ ઉમરભાઇ મકવાણા, ભાણબાઇ જીવા લોંચા અને રતનબેન
રામજી મુછડિયા (રહે. તમામ બળદિયા)ને રોકડા રૂા. 5790 તથા ચાર મોબાઇલ કિં.રૂા. 15,500 એમ કુલ્લે રૂા. 22,290ના મુદ્દામાલ સાથે માનકૂવા
પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી આદરી છે.