રાજકોટ, તા. 13 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
આયોજિત આંતર જિલ્લા વન ડે ટૂર્નામેન્ટ તાજાવાલા ટ્રોફીની ફાઇનલ મેચ રાજકોટ જિલ્લા એ
ટીમ અને ભાવનગર જિલ્લાની ટીમ વચ્ચે રમાયો હતો. આ ખિતાબી મુકાબલો તીવ્ર રસાકસી બાદ ટાઇમાં
પરિણમ્યો હતો. બાદમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાઇ હતી. ભાવનગર જિલ્લા ટીમના
પ0 ઓવરમાં 8 વિકેટે 316 રન થયા હતા.
જેમાં ચિરાગ જાનીના 79 રન, કેપ્ટન હાર્વિક દેસાઇના 69 અને પાર્થ ચૌહાણના પપ રન મુખ્ય
હતા. રાજકોટ જિલ્લા ટીમ તરફથી કેવલ સિસોદિયાએ 4 વિકેટ લીધી હતી. નિલ પંડયા અને સમર ગજ્જરને 2-2 વિકેટ મળી હતી. આ પછી રાજકોટ
જિલ્લા એ ટીમના પણ પ0 ઓવરમાં 9 વિકેટે 316 રન થયા હતા. આથી ફાઇનલ મેચ ટાઇ થઈ હતી. રાજકોટ તરફથી સમર ગજ્જરે
144 દડામાં 16 ચોગ્ગા-પ છગ્ગાથી 163 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
હતી. તે પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર થયો હતો. સૌરવ શર્માએ 62 રન કર્યાં હતા. ભાવનગર તરફથી
પાર્થ ચૌહાણે 3 અને હિતેન કણબીએ 2 વિકેટ લીધી હતી. ટાઇ મેચ પછી બન્ને ટીમ
તાજાવાલા વન ડે ટૂર્નામેન્ટમાં સંયુકત વિજેતા જાહેર થઇ હતી. એસસીએના પ્રમુખ જયદેવ શાહના
હસ્તે ટ્રોફી વિતરણ થયું હતું.