• મંગળવાર, 22 એપ્રિલ, 2025

માંડવીની હત્યાનો ભાગેડુ ઇનામી આરોપી આદિપુરથી ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : માંડવી પોલીસ મથકના હત્યાના ગુનામાં દોષિત આરોપી વચગાળાના જામીન મેળવીને ત્રણ વર્ષ સુધી ફરાર રહેનાર ઈનામી આરોપીને આદિપુર પોલીસે ઝડપી પાડયો હતો. આદિપુર પોલીસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, માંડવી પોલીસ મથકમાં વર્ષ 2018માં  મનોજ વાલજી મહેશ્વરી (રહે. કકલ શેરી, મચ્છીપીઠ, માંડવી) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો, તેમાં દોષિત જાહેર થતાં જેલવાસ ભોગવી રહ્યો હતો. વચગાળાના જામીન મેળવીને તા. 17/22થી ત્રણ વર્ષ સુધી ફરાર રહેતાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે 5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી આદિપુરમાં હોવાની માહિતી મળતાં વોર્ડ ટુ બી વિસ્તારમાંથી આરોપીને પકડીને એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આરોપીનો પોલીસે પીછો કરતાં રેલવે  સ્ટેશન રોડ વચ્ચે બપોરના અરસામાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. આ દરમ્યાન પોલીસથી બચવા આરોપીએ પોતાની  ગાડી ઉપર કાબૂ ગુમાવતાં ખૂણામાં આવેલ રહેણાક મકાનની દીવાલ સાથે ટકરાઈ હતી. કારની ટક્કરથી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી તેમજ ગાડી  બુકડો બોલી ગઈ હતી. અકસ્માત થતાં આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો  હતો. આ ઘટનાનાં પગલે  લોકોનું ટોળું એકત્ર થયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd