• મંગળવાર, 15 એપ્રિલ, 2025

સ્મૃતિવનમાં જામ્યો શબ્દ ઉત્સવનો ઉમંગ-રંગ

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ-કચ્છ અને ભારતીય જૈન સંગઠન દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સંગાથે રવિવારે સાંજે ભુજના સ્મૃતિવન ખાતે શબ્દ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા વક્તા ડો. કુમાર વિશ્વાસ અને તેમના સાથીઓને સાંભળવા કચ્છ અને બૃહદ કચ્છમાંથી મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા. જાજરમાન અને મોટા ગજાના આ કાર્યક્રમનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, આયોજક સંસ્થાના મોભી હિતેશભાઈ ખંડોર, અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, અદાણી ગ્રુપ મુંદરા-તુણાના સી.ઈ.ઓ. સુજલભાઈ શાહ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કે.કે. સંઘવી અને ડો. સંઘવી, અશોક સંઘવી, ડો. ભરતભાઈ મહેતા, જિગરભાઈ છેડા, રમેશભાઈ મોરબિયા, ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમા હુંબલ, પોલીસની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા અને નરેશભાઈ શાહ વગેરે દેખાય છે. બાજુમાં ડો. કુમાર વિશ્વાસનું કચ્છ ભાજપ વતી સન્માન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય અને હિતેશભાઈ ખંડોર જોવા મળે છે. નીચેની તસવીરોમાં આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ શ્રોતાવર્ગ અને પોતાની લાક્ષણિક અદામાં  વક્તવ્ય આપતા ડો. કુમાર વિશ્વાસ, જ્યારે કાર્યક્રમના મીડિયા પાર્ટનર કચ્છમિત્ર વતી ડો. કુમાર વિશ્વાસનું બહુમાન કરતા જન્મભૂમિ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, કચ્છમિત્રના મેનેજર મુકેશભાઈ ધોળકિયા, મદદનીશ મેનેજર હુસેન વેજલાણી અને હિતેશભાઈ ખંડોર દેખાય છે. લગભગ ત્રણ કલાકથી વધુ સમય સુધી શ્રોતાઓને જકડી રાખનારા આ કાર્યક્રમમાં ડો. કુમાર વિશ્વાસ અને તેમના સાથીઓએ શબ્દોનો અનેરો માહોલ શ્રોતાઓ સમક્ષ ઊભો કર્યો હતો જેને શ્રોતાવર્ગે તાળીઓ સાથે સાથ આપ્યો હતો. (તસવીર : હર્ષદ ચૌહાણ, મયૂર ચૌહાણ) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd