• મંગળવાર, 15 એપ્રિલ, 2025

રાજસ્થાન સામે બેંગ્લોરની નવ વિકેટે રોયલ જીત

જયપુર, તા.13 : રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 9 વિકેટે શાનદાર વિજય થયો હતો અને પોઇન્ટ ટેબલ પર ટોચની ત્રણ ટીમમાં જગ્યા બનાવી હતી. આરસીબીએ વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની અર્ધસદીની મદદથી 174 રનનું વિજય લક્ષ્ય 1પ દડા બાકી રહેતાં માત્ર 1 વિકેટ ગુમાવીને 17.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં માત્ર 33 દડામાં પ ચોગ્ગા અને 6 છગ્ગાથી અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર  6પ રનની આતશી ઇનિંગ્સ રમી હતી. જયારે વિરાટ કોહલી 4પ દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાથી 62 રને નોટઆઉટ રહ્યો હતો. વધુ એક હારથી રાજસ્થાન રોયલ્સ ટીમ પોઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે ધકેલાય છે. તેના 6 મેચમાં 4 હાર અને બે જીતથી 4 અંક જ છે. જયારે આરસીબીના 6 મેચમાં 4 જીતથી 8 પોઇન્ટ છે અને ત્રીજા સ્થાને પહોંચી છે. આરસીબીને વર્તમાન સિઝનમાં તમામ 4 જીત હોમ ગ્રાઉન્ડની બહાર મળી છે.  સોલ્ટ અને વિરાટ કોહલી વચ્ચે પહેલી વિકેટ માટે પ2 દડામાં 92 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સોલ્ટ આઉટ થયા પછી દેવદત્ત પડીક્કલે કોહલીના સાથમાં બીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં પ4 દડામાં 83 રનનો ઉમેરો કર્યો હતો. પડીક્કલ 28 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 40 રને અણનમ રહ્યો હતો. આ પહેલા રાજસ્થાન રોયલ્સે ઓપનર જયસ્વાલના 7પ રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 173 રનનો સ્કોર કર્યો હતો. યશસ્વીએ 47 દડામાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યાં હતા. આ સિવાય રિયાન પરાગે 30 અને ધ્રુવ જુરેલે અંતમાં 23 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી અણનમ 3પ રન કર્યાં હતા. આરઆર કેપ્ટન સંજૂ સેમસન 1પ અને હેટમાયર 9 રને આઉટ થયા હતા. આરસીબી તરફથી ભુવનેશ્વર, કુણાલ, યશ અને હેઝલવૂડે 1-1 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd