• મંગળવાર, 15 એપ્રિલ, 2025

માધાપર : પ્લોટ પાડી કમાવી દેવાની લાલચ આપી રૂા. 31.08 લાખની ઠગાઇ

ભુજ, તા. 13 : જમીનમાં આસમાની તેજીને લઇને કમાવી લેવાની લાલચ ભારે પડી શકે છે, તેવો આંખ ઉઘાડતો દાખલો સામે આવ્યો છે. આ અંગે આજે માધાપર પોલીસ મથકે માધાપર સોનાપુરી ખાતે રહેતા રવિ સી. બારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુકમાના વૈભવનગરમાં રહેતા અર્જુનસિંહ શંભુભા જાડેજાએ ફરિયાદીને દોઢેક વર્ષ પૂર્વે વિશ્વાસમાં લીધો હતો. પ્લોટ પાડવાના હોઇ આમાં ફાયદો થશે તેવી લાલચ આપી ફરિયાદી પાસેથી 15.25 લાખ તેમજ સાહેદના રૂા. 15.83 લાખ એમ કુલ રૂા, 31.08 લાખ મેળવી ઠગાઇ કરી છે. પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd