• મંગળવાર, 15 એપ્રિલ, 2025

ઠગબાજ સિકલાની ગેંગનો નાસ્તો આરોપી ઝડપાયો

ભુજ, તા. 13 : ચારેક માસ પૂર્વે વર્ષ 2024ના અંતિમ દિવસોમાં સુરતના હીરાઘસુ પરિવારને સસ્તા સોનાની લાલચ આપી ઠગબાજ સિકલા અને ગેંગે સપડાવી 31.60 લાખની બેગ લૂંટી લીધાના ચકચારી બનાવમાં આ ગુનાનો નાસ્તો આરોપી અરમાન નૂરમામદ અજણિયાને એલસીબીએ દબોચી લીધો છે. એલસીબીની ટીમ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી તે દરમ્યાન હે.કો. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજિતસિંહ જાડેજાને ખાનગી બાતમી મળતાં છેતરપિંડીના ગુનાના નાસ્તા-ફરતા આરોપી અરમાન નૂરમામદ અજણિયા (રહે. માલધારીનગર, ભુજ)ને સેવનસ્કાય સામે આવેલી ચાની હોટલ પાસેથી ઝડપી તેની પૂછતાછ કરતા તા. 1/1/25ના નોંધાયેલા છેતરપિંડીના ગુના કામે તે આજ દિન સુધી નાસતો-ફરતો હોવાની કબૂલાત કરતા તેની અટકાયત કરી એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd