નવી દિલ્હી તા. 10 : લાંબી કાયદાકીય લડત બાદ ભારતીય એજન્સીઓને મળેલી મહત્ત્વની સફળતામાં
મુંબઈમાં ર6/11ના આતંકી હુમલાના સૂત્રધારો
પૈકીના એક તહવ્વુર રાણાને આજે સાંજે ખાસ વિમાનથી ભારત લાવવામાં આવ્યો છે અને રાત્રે
એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયો હતો. એનઆઈએ દ્વારા 20 દિવસની કસ્ટડીની માંગ કરાઈ હતી. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
હતો. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક આતંકી તહવ્વુર રાણા (64)ને અમેરિકાથી 11 કલાકની સફર બાદ ભારત લાવવામાં
આવ્યો છે. વિશેષ વિમાન ગુરુવારે સાંજે 6:રર વાગ્યાની આસપાસ દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર ઊતર્યું હતું અને
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકીનો કબજો લઈ તબીબી તપાસ કરાવ્યા બાદ તેને હેડક્વાર્ટર ખસેડયો
હતો. આતંકીને ભારત લવાયાને પગલે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. એરપોર્ટથી કોર્ટ સુધી
લઈ જવા ગ્રીન કોરિડોર બનાવાયો હતો. એવા અહેવાલ છે કે, તિહાર જેલમાં રાણા માટે વિશેષ સુરક્ષા સેલ બનાવ્યો
છે. વરિષ્ઠ વકીલ ધ્યાન કૃષ્ણન એનઆઈએ વતી કેસ લડશે. અમેરિકી ગલ્ફસ્ટ્રીમ જીપપ0 વિમાનથી આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં
આવ્યો છે. એરપોર્ટ ખાતે બૂલેટ પ્રૂફ કાર સહિત સજ્જડ સુરક્ષા વચ્ચે એનઆઈએની ટીમ તેને
એરપોર્ટથી મુખ્ય મથકે ખાતે લઈ ગઈ હતી. તેને દિલ્હીની તિહાડ જેલમાં ભારે સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે. એનઆઈએ અને રો ની એક સંયુક્ત ટીમ
આતંકીનો કબ્જો લઈ બુધવારે અમેરિકાથી રવાના થઈ હતી. ગુરુવારે બપોર બાદ દિલ્હીમાં તેનું
વિમાન લેન્ડ થયું હતુ. પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવે તેવી સંભાવના વચ્ચે કોર્ટ
પરિસરમાંથી તમામને દૂર કરાયા હતા. સિનિયર વકીલો અને સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયૂટર કોર્ટ
આવી પહોંચ્યા હતા. એનઆઈએએ અખબારી યાદી જાહેર કરી કહયું હતું કે અનેક વર્ષોના સતત પ્રયાસ
બાદ તહવ્વુર રાણાનું ગુરુવારે સફળતાપુર્વક પ્રત્યાર્પણ કરાયુ છે. ભારતીય એજન્સીઓ એનઆઈએ, રો, એનએસજીએ સાથે મળીને
કામ કર્યુ તથા વિદેશ અને ગૃહ મંત્રાલયના સમન્વયથી પ્રત્યાર્પણની કામગીરી પુર્ણ કરવામાં
આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વિયેનાની કંપની પાસેથી ભાડે લેવાયેલા આ વિશેષ વિમાને
પ્રત્યાર્પણ બાદ સ્થાનિક સમય મુજબ બુધવારે વહેલી સવારે ર:1પ કલાકે ઉડાન ભરી હતી અને રોમાનિયાની રાજધાની
બુખારેસ્ટમાં સાંજે 7 વાગ્યે પહોંચી
રેસ્ટ કર્યા બાદ સવારે 6:1પ કલાકે ઉડાન
ભરી અને ગુરુવારે સાંજે 6 વાગ્યા બાદ
ભારત પહોંચ્યું હતું.