• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ભાજપ, આપ અને કોંગ્રેસ પર કેસ

નવી દિલ્હી, તા. 2 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બધા પક્ષોએ રોકડ લાભ આપનારી યોજનાઓનાં વચન આપ્યાં છે. આ મામલો હવે અદાલતમાં પહોંચી જતાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સામે કેસ થયો છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ.એન. ઢીંગરાએ આવી યોજનાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. દિલ્હીમાં ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોએ ઘોષિત કરેલી રોકડવાળી યોજનાઓ ગેરબંધારણીય છે. આવા પગલાંથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની ભાવના નબળી પડે છે, તેવું અરજીમાં જણાવાયું હતું. આ જાહેર હિતની અરજીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ખોટા વચનો, ખોટા બહાનાથી મતદારોના અંગત અને ચૂંટણીલક્ષી આંકડા, વિગતો એકઠા કરવાની પ્રવૃત્તિ રોકવાની માંગ કરાઈ છે. સાથોસાથ આવી માહિતી કોઈ ત્રીજા પક્ષને પૂરી પાડવા કે તેનો ઉપયોગ કરવા પર પણ રોક મૂકવાનો આદેશ આપવા માંગ કરાઈ છે. આવી પણ અપીલ કરાઈ છે કે, મતદારોને રોકડ આપવાની યોજનાઓના સંબંધમાં રાજકીય પક્ષો માટે નિયમ બનાવવાનો નિર્દેશ ચૂંટણીપંચને અપાય. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માંગ કરાઈ છે કે, ચૂંટણીપંચને ચૂંટણીના કાયદાઓનું ઉલ્લંઘન થતું રોકવા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો નિર્દેશ હાઈકોર્ટે આપવો જોઈએ.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd