• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

શિક્ષણાધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો

નવી દિલ્હી, તા. 23 : બિહારના બેતિયા જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીને ત્યાંથી કુબેરનો ખજાનો મળી આવ્યો છે. વિજિલન્સની ટીમે ગુરુવારે દરોડા પાડતા જ અધિકારીના ઘરેથી મોટાપાયે રોકડ મળી આવી હતી. આ રકમ એટલી મોટી હતી અને પલંગ ઉપર નોટના બંડલ પાથરવા પડયા હતા અને રકમની ગણતરી માટે મશિન મગાવવા પડયા હતા. અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે દરોડો પડયો ત્યારે તેઓ પૂજા કરી રહ્યા હતા. ટીમે અધિકારીના ઘરની સાથે સમસ્તીપુરમાં તેના સાસરા અને  દરભંગામાં પણ તપાસ શરૂ કરી હતી. 2012મા સમસ્તીપુર ડીઈઓની જવાબદારી પણ રજનીકાંત સંભાળી ચૂક્યા છે. ડીઈઓ રજનીકાંત ઉપરાંત તેની પત્ની સુષ્મા અંગે પણ વિવાદાસ્પદ જાણકારી મળી છે. હકીકતમાં સુષ્મા તિરહુત એકેડમી પ્લસ ટૂ શાળામાં શિક્ષિકા છે પણ ત્યાંથી રજા લઈને દરભંગામાં એક મોટી ખાનગી શાળાનું સંચાલન કરે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd