અમદાવાદ, તા.
4 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજયભરમાં ટ્રાફિકના નિયમોનું પાલનાર ન કરનાર સામે હાઈકોર્ટે
ફરી એકવાર લાલ આંખ કરી છે. રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલમેટ પહેરવાનો
કાયદો છે, પરંતુ લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર પોતાનું વાહન ચલાવતા જોવા
મળે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ પાલન ન કરવા બદલ ફટકારવામાં આવે ત્યારે
લોકો પાસે ઘણા બહાના પણ હાજર જ હોય છે. ત્યારે હાઇકોર્ટે કહ્યુ છે કે ઓફિસમાં મોડા
પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે, માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના
પૈસા ભરી અને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો. ત્યારે એડવોકેટ
જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી હતી. ઉપરાંત વારંવાર ટ્રાફિક નિયમ જાગૃતિ અંગે અભિયાન
ચલાવ્યા બાદ લોકો તેનું પાલન કરતા જોવા મળતા નથી. ત્યારે આ અંગે હાઈકોર્ટે સરકારને
ચેતવણી તેમજ સૂચન આપવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું ટુ-વ્હીલર ચાલક અને તેની પાછળ બેલનાર
માટે હેલમેટ ફરજિયાત હોવા છતાં કાયદનું પાલન કરવામાં આવતું નથી. આ દરમિયાન હાઇકોર્ટ
ઉપરાંત રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલે
કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમાં ઓફિસ અવર્સના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને
પોલીસ ચેકપોસ્ટ પર પકડશે. દરમિયાનમાં આજે હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટમાં કામ કરતા તમામ
સ્ટાફ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવી હતી. આ અંગેનો પરિપત્ર બહાર પાડવાની
ચીફ મુખ્ય ન્યાયાધીશની વિચારણા હોવાની માહિતી મળી હતી. ઉપરાંત વિના હેલ્મેટ વાહન ચલાવનાર
સ્ટાફને દંડ થયો તો હાઇકોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે.