• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

કાલે રોશની પ્રોજેક્ટનો 12મો કેમ્પ : 500થી વધુ નામ નોંધાયાં

ભુજ, તા. 4 : દેશના છેવાડે આવેલા કચ્છ જિલ્લામાં નેત્રરોગથી મુક્તિના ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા પ્રદાન કરનારા નેત્રરોગ મુક્ત કચ્છ અભિયાન રોશની પ્રોજેક્ટનો 1રમો કેમ્પ આગામી રવિવાર તા. છઠ્ઠી ઓક્ટોબરના સવારે નવ વાગ્યે અત્રેની લેવા પટેલ હોસ્પિટલ ખાતે યોજાશે.  કચ્છમિત્ર દ્વારા પ્રાયોજિત અને કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા આયોજિત આ નેત્રરોગ મુક્ત કચ્છ અભિયાનમાં કોઇ પણ વર્ગના દર્દી સારવાર લઇ શકશે. આ સારવાર લેવા પટેલ હોસ્પિટલ ખાતે જ થશે. જેમાં મશીન દ્વારા સ્વંય સંચાલિત લેન્સ મૂકવામાં આવશે. રવિવારે યોજાનારા 1રમા કેમ્પ માટે 500થી વધુ રજિસ્ટ્રેશન થઇ ચૂક્યાં છે. આ કેમ્પના પ્રસંગે અત્યાર સુધી આ અભિયાન તળે સર્જરી કરાવનારા લાભાર્થીઓ અને દાતાઓના યોગદાનની વિગતો આવરી લેતી સ્મરણિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. 1રમા કેમ્પના દાતા તરીકે સ્વ. હરજીભાઇ નાથા વરસાણી અને ગં.સ્વ. ભાણબાઇબેન ભીમજીભાઇ, પુત્રી કોમલબેન અને પરિવાર (સામત્રા હાલે લંડન) રહેશે. આ કેમ્પમાં મહેમાન તરીકે જાણીતા દાતા કે.કે. પટેલ અને ધનબાઇબેન કાનજીભાઇ વરસાણી ખાસ ઉપસ્થિત રહેશે.  લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, લેવા પટેલ સમાજના કેશરાભાઇ પિંડોરિયા અને અન્ય હોદ્દેદારો ઉપરાંત કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, મેનેજર મુકેશભાઇ ધોળકિયા વગેરે ઉપસ્થિત રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang