• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મેજર પોર્ટ અને ડોક લેબર બોર્ડના કામદારોના બોનસને કેબિનેટની મંજૂરી

ગાંધીધામ, તા. 4 : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી યુનિયન કેબિનેટની બેઠકમાં મેજર પોર્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ અને કામદારો માટે વર્ષ 2020-21થી 2025-26 સુધી અમલી રહેનાર બોનસને મંજૂરી મળતાં કામદાર વર્ગમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ છે. સુધારેલી બોનસની સ્કીમ પ્રમાણે પોર્ટ ક્ષેત્રના કામદારોને દિવાળી પહેલાં રૂ. 22,200 જેટલું બોનસ મળવાપત્ર થશે. શાપિંગ મંત્રાલય દ્વારા આ અંગે ફેડરેશનના અગ્રણી કામદાર નેતાઓ સાથે અગાઉ માટિંગમાં નક્કી થયા મુજબની એક સ્કીમ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી હતી. જેમાં રૂા. 7000 મહિનાની સાલિંગ પ્રમાણે બોનસની ગણતરી કરવા તથા પોર્ટની ઉત્પાદકતાના આધારે વધારો કરી દર વર્ષે ચૂકવણી કરાશે. આ અંગે કુશળ અકુશળ કામદાર સંઘના પ્રમુખ પૂનમબેન જાટ તથા મહામંત્રી વેલજીભાઈ જાટ દ્વારા વડાપ્રધાન તથા શાપિંગમંત્રી સરવાનંદ સોનવાલનો આભાર વ્યકત કર્યો હતો અને વેજ બોર્ડ બાદ બોનસની સમજૂતીનો ઉકેલ આવતાં દીનદયાળ પોર્ટના હજારો કર્મચારીઓ- કામદારોને આર્થિક ફાયદો થવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang