• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

વરસામેડી ખાતે સોસાયટીના મકાનમાં 1.62 લાખનો શરાબ ઝડપી પડાયો

ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના વરસામેડીની સીમમાં આવેલી એક સોસાયટીના મકાનમાંથી પોલીસે રૂા. 1,62,684નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ બે આરોપી પોલીસની પકડમાં આવ્યા ન હતા. વરસામેડી સીમમાં આવેલા એરપોર્ટ રોડ નજીક શાંતિધામ વિસ્તારમાં અંબિકા નગર-બેમાં એક મકાનમાં દારૂ ઉમર્યો હોવાની સચોટ બાતમીના આધારે આજે વહેલી પરોઢે પોલીસે કાર્યવાહી કરી હતી. છૂટાછવાયા મકાનોવાળી આ સોસાયટીના એક મકાનમાં તપાસ કરતા મકાનના હોલમાં દારૂની પેટીઓ મળી આવી હતી. પરંતુ અહીં દારૂ સંતાડનારા ગળપાદરના અશ્વિન લક્ષ્મણદાસ સાધુ અને કનો ઉર્ફે કાનો કોળી ત્યાં હાજર મળ્યા ન હોતા. આ મકાનમાંથી પોલીસે ઓલી સીઝન વ્હીસ્કી 750 મી.લી.ની. ફોર સેલ ઈન ચંદીગઢ  ઓન્લી લખેલ 252 બોટઈ તથા ટુબર્ગ ક્લાસીસ ફોર મેલ ઈન ગોવા ઓન્લી લખેતા બનેલા બીયરના 288 ટીન એમ કુલ રૂા. 1,62,684નો શરાબ હસ્તગત કર્યો હતો. તેમજ હાથમાં ન આવેલા આ શખ્સોને પકડી પાડવા તથા દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મોકલ્યો હતો? તે સહિતની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang