• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

દેશમાં નવરાત્રિથી અર્થતંત્રને વેગ

નવી દિલ્હી, તા. 3 : દેશમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિનું ધાર્મિક રીતે ઘણું જ મહત્ત્વ છે. જેના પરિણામે જે કારોબાર થશે તેનાથી અર્થવ્યવસ્થાને પણ પાંખ આવશે. એટલે કે અર્થવ્યવસ્થામાં સારો એવો ઉછાળો જોવા મળશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીની ચાંદની ચોકથી ભાજપ સાંસદ પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે દિલ્હી સહિત દેશભરમાં આગામી એક મહિના સુધી તહેવારોની ધૂમ રહેવાની છે. નવરાત્રિ અને રામલીલા, ડાંડિયા અને ગરબા ઉત્સવથી 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થશે. દિલ્હીમાં જ લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો કારોબાર થવાની આશા છે. ખંડેલવાલના કહેવા પ્રમાણે નવરાત્રિ, રામલીલા, ગરબા અને ડાંડિયા જેવા ઉત્સવ જે દર વર્ષે દેશભરમાં 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે. તેના કારણે દેશભરમાં વ્યાપારિક ગતિવિધિમાં ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. એક અનુમાન અનુસાર આગામી દસ દિવસમાં દેશભરમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વેપાર થવાની સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang