• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

કપ્તાન ફાતિમાના ઓલરાઉન્ડ દેખાવથી શ્રીલંકા સામે પાકિસ્તાનનો 31 રને વિજય

શારજાહ તા.4: કપ્તાન ફાતિમા સનાના ઓલરાઉન્ડ દેખાવ અને સ્પિનરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી મહિલા ટી-20 વિશ્વ કપની ગઇકાલની બીજી મેચમાં પાકિસ્તાનનો શ્રીલંકા વિરૂધ્ધ 31 રને ભવ્ય વિજય થયો હતો. પાકિસ્તાન મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 116 રનનો સામાન્ય સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા મહિલા ટીમ પણ 20 ઓવરમાં 9 વિકેટે 8પ રન જ કરી શકી હતી. પાક. તરફથી કપ્તાન ફાતિમા સનાએ નીચેના ક્રમે બેટિંગમાં આવીને 20 દડામાં ઝડપી 30 રનની ઇનિંગ્સ રમી હતી અને બાદમાં 10 રનમાં 2 વિકેટ લીધી હતી. સ્પિનર સાદિયા ઇકબાલે સૌથી વધુ 3 વિકેટ 17 રનમાં લીધી હતી. નશરા સંધૂ અને અમાઈમા સોહેલને 2-2 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી નીલાક્ષી ડિ'સિલ્વાએ 22 રન કર્યાં હતા. તે બેવડા આંક સુધી પહોંચનારી શ્રીલંકાની એકમાત્ર બેટર બની હતી. કપ્તાન ચમિરા અટાપટુ ફકત 6 રન જ કરી શકી હતી. પાકિસ્તાન મહિલા ટીમ હવે રવિવારે ભારત સામે રમશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang