• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

15મીથી ભુજમાં જામશે મેડિકલ ફ્રેન્ડશિપ કપ ક્રિકેટ ટૂર્ના.નો જંગ

ભુજ, તા. 4 : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડમાં 15થી 20 ઓક્ટોબર દરમ્યાન મેડિકલ ફ્રેન્ડશિપ કપ ક્રિકેટ સ્પર્ધાનો જંગ જામશે. મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ માટેની આ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઠ ફ્રેન્ચાઈઝી ટકરાશે. સ્પર્ધાનું આયોજન ડો. મહેશ ઠક્કર અને ડો. લવ કતિરા સંભાળી રહ્યા છે. હરાજીની પ્રક્રિયા થકી ખેલાડીઓ મેળવીને આઠ ફ્રેન્ચાઈઝી વચ્ચે 15 મેચ રમાશે. આઈપીએલની સ્ટાઈલમાં આઠમી ઓક્ટોબરે સાંજે 7 વાગ્યાથી ભુજની હોટેલ ઈલાર્કમાં ઓકશન યોજાશે. કતિરા નાઈટ રાઈડર્સના માલિક અને કેપ્ટન લવ કતિરા છે, કે.સી. હોસ્પિટલના માલિક ડો. વિકાસ ગઢવી અને કેપ્ટન ડો. મહેશ ઠક્કર, આયુષ સુપર સ્ટ્રાઈકરના માલિક અને કેપ્ટન ડો. ઉપેન્દ્રસિંહ વાઘેલા, કાજાણી મેડિઓકેર હોસ્પિટલના માલિક ડો. ઝાયનુલ કાઝાણી અને કેપ્ટન ડો. સંગીન ભુંડિયા, દિશાન સર્જી ફાઈટર્સના માલિક મયૂર ઠક્કર અને કેપ્ટન ડો. હર્ષલ વોરા, એસએમસી સ્પાર્ટાન્સના માલિક મિતેશ આહીર અને કેપ્ટન ડો. જયંતી સથવારા, ડીકેએલસી સુપર કિંગ્સના માલિક હેમલ માણેક અને કેપ્ટન ડો. વિષ્ણુ રાઠવા, રોયલ હિલર્સ કચ્છના માલિક અને કેપ્ટન ડો. મીત ઠક્કર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang