• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

એસસીઓ બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન જશે જયશંકર

નવી દિલ્હી, તા. 4 : વિદેશમંત્રી એસ જયશંકર શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે જયશંકરના પાકિસ્તાન પ્રવાસની પુષ્ટી કરી છે. આ વખતે એસસીઓ શિખર સંમેલનની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરના રોજ થવાની છે. પાકિસ્તાન પાસે શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના કાઉન્સીલ ઓફ હેડસ ઓફ ગવર્નમેન્ટની અધ્યક્ષતા છે જે રાજ્ઞિં:ટેટ થતી રહે છે. પોતાના કાર્યકાળમાં પાકિસ્તાન ઓક્ટોબરમાં બે દિવસ એસસીઓ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટિંગની મેજબાની કરશે. પાકિસ્તાન સાથે બગડેલા સંબંધો વચ્ચે ઘણાં વર્ષોથી કોઇપણ ભારતીય નેતાએ પાકિસ્તાનના સત્તાવાર મુલાકાત લીધી ન હતી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની કવાયત એક વખત શરૂ પણ કરાઇ હતી. અને વડાપ્રધાન મોદીએ 25 ડિસેમ્બર 2015ના લાહોરમાં નવાઝ શરીફ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ તત્કાલિન વિદેશમંત્રી અને દિવંગત નેતા સુષ્મા સ્વરાજે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ સરકારના કોઇ મંત્રીએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું કે, હાલ પાડોશી પ્રથમની નીતિ પર કામગીરી થઇ રહી છે અને આ નીતિ પર અમે આગળ વધી રહ્યા છીએ. માલદીવના રાષ્ટ્રપતિ મોહંમદ મુઇજ્જુ 7 ઓક્ટોબરથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દિલ્હી, મુંબઇ દ્વિપક્ષીય યાત્રા હશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહંમદ મુઇજ્જુ 6 ઓક્ટોબરના સાંજે ભારત પહોંચશે અને 7 ઓક્ટોબરના રાજકીય પ્રવાસ શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang