• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

છત્તીસગઢમાં 30 નક્સલીને ઠાર કરાયા

બસ્તર, તા. 4 : છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓ સામે પોલીસે મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સરહદે થયેલા ઓપરેશનમાં 30 જેટલા નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે તેમજ એકે રાઈફલો સહિત મોટાપાયે હથિયાર જપ્ત થયા છે. આ ઓપરેશન અભુજમાડના થુલથુલી અને નેંદુર ગામ વચ્ચેના જંગલમાં થયું હતું. ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)અને વિશેષ કાર્ય દળ (એસટીએફ)ના જવાનો સામેલ થયા હતા. અહેવાલ મુજબ બસ્તરના ગાઢ જંગલમાં નક્સલી હોવાની સૂચના મળી હતી. જેના આધારે સુરક્ષા કર્મચારીઓએ ઘેરાબંધી કરીને કોમ્બિંગ શરૂ કર્યું હતું. આ સમયે નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો અને જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 30 નક્સલી ઢેર થયા હતા. બાદમાં સમગ્ર વિસ્તારમાં શોધખોળ કાર્યવાહી શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના કહેવા પ્રમાણે એન્કાઉન્ટરના સ્થળેથી 30 નક્સલી મૃતદેહ અને એક એકે47, એક એસસએલઆર સહિત મોટાપાયે હથિયાર બરામદ થયા છે. ચાલુ વર્ષે અત્યારસુધીમાં બસ્તરમાં અલગ અલગ સ્થળે થયેલા એન્કાઉન્ટરમાં 171 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં દંતેવાડા અને નારાયણપુરા સહિત સાત જિલ્લા સામેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુકમા જિલ્લામાં છત્તીસગઢના મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર હિડમાના ગામ પુરવર્તીમાં 15 વર્ષથી સક્રિય ચાર નક્સલીઓ શરણે આવ્યા હતા.. પહેલી વખત આ ગામના કોઈ નક્સલી દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું હતું. નક્સલી બટાલિયન એકનો કમાન્ડર હિડમા છત્તીસગઢમાં મોસ્ટ વોન્ટેડ છે. જેના ઉપર છત્તીસગઢની સરકારે એક કરોડથી વધારેનું ઈનામ રાખ્યું છે. અહેવાલો અનુસાર, નકસલવાદીઓ ગાઢ જંગલ વિસ્તારમાં છુપાઈ બેઠા હોવાની બાતમી મળી હતી, જેનાં પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરાબંદી કરી નાખી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang