• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

રાશિદ ખાને કાબૂલમાં શાદી કરી

કાબુલ, તા. 4 : દુનિયાના ટોચના સ્પિનરમાં સામેલ અફઘાનિસ્તાનના રાશિદ ખાન શાદીના બંધનમાં બંધાયો છે. 26 વર્ષીય આ અફઘાન ક્રિકેટરે 3 ઓક્ટોબરે કાબુલમાં એક ભવ્ય સમારોહમાં નિકાહ પઢ્યા છે. રાશિદ ખાનની શાદી પરંપરાગત પશ્તૂન રીતિ-રિવાજથી થઇ હતી. રાશિદ ખાનની બેગમ કોણ છે તેની વિગત બહાર આવી નથી. ફોટો પણ કોઇ સામે આવ્યો નથી. રાશિદ ખાન સાથે તેના ત્રણ ભાઇ જકીઉલ્લાહ, નુમાન અને નસીમ ખાને પણ શાદી કરી હતી. ચારેયના એક જ સમારંભમાં લગ્ન થયા હતા. જે કાબુલની ઇમ્પીરિયલ કોન્ટિનેટલ હોટલમાં યોજાયા હતા. જેમાં અફઘાનિસ્તાન ટીમના મોટાભાગના ખેલાડીઓએ હાજરી આપી હતી. થોડા સમય પહેલા રાશિદ ખાને એક ઇન્ટરવ્યૂમાં એવું બયાન આપ્યું હતું કે અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ બાદ જ તે લગ્ન કરશે. પણ હવે બધાને ચોંકાવીને તેણે શાદી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang