• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મુંદરા અદાણી પોર્ટનો 100 મિલિયન મેટ્રિક ટન હેન્ડાલિંગનો વિક્રમ

મુંદરા, તા. 4 : અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહી છે. એપીએસઈઝેડ મુંદરાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પહેલાં આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 મિલિયન મેટ્રિક ટન ટાર્ગેટ હાથવેંતમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ઉત્સાહિત છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના આ સિદ્ધિ હાંસલ કરી હતી. પાછલા ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યૂમ હેન્ડાલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદ્ઉપરાંત અદાણી પોર્ટસ મુંદરા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000 કન્ટેનર હેન્ડલ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 766 ડબલ-રેક કન્ટેનર ટ્રેન થકી 43,000 કન્ટેનર પરિવહન કરમાં આવ્યાં છે, જે ગત જુલાઇ 2024ના 1,74,000 કન્ટેનર હેન્ડાલિંગના વિક્રમને વટાવી જાય છે, એ સિવાય સાઉથ પોર્ટ રેલવે હેડ અને એક્ઝિમ યાર્ડમાં અનુક્રમે 1,44,696 અને 38,313 રેકોર્ડ બ્રેક કન્ટેનર મૂવમેન્ટ થવા પામી હતી, જે અગાઉનાં કન્ટેનર હેન્ડાલિંગ રેકોર્ડને વટાવી જાય છે. 181 દિવસમાં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડાલિંગ થકી અદાણી મુંદરા પોર્ટ ભારતીય પોર્ટ અને શાપિંગ ઈન્ડસ્ટ્રીમાં મોખરે રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડબલ રેક કન્ટેનર હેન્ડાલિંગ કચ્છના મુંદરા પોર્ટ દ્વારા જ શરૂ કરવામાં આવ્યું હતું. એપીએસઈઝેડના કુલ પોર્ટસ મળીને સપ્ટેમ્બર માસમાં 37.5 એમએમટી મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ ગ્રોથ કન્ટેનર હેન્ડલિંગમાં નોંધાયો હતો, જે 31 ટકા (વાર્ષિક ધોરણે) સતત આગળ વધવા પામ્યો હતો. લિક્વિડ અને ગેસ કાર્ગો હેન્ડલિંગમાં પણ 11 ટકા વધારો થવા પામ્યો હતો. ચાલુ વર્ષે રેલ કાર્ગો વોલ્યૂમની સાથે-સાથે કંપનીએ લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર પરફોર્મન્સ બતાવ્યું છે. નાણાકીય વર્ષ 2024 -25ના પ્રથમ 6 મહિના દરમિયાન અદાણી પોર્ટસે કુલ મળીને 219.8 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 8.5 ટકાનો વધારો દર્શાવે છે. આ કાર્ગો હેન્ડાલિંગમાં કન્ટેનર, લિક્વિડ અને ગેસ તથા અન્ય કાર્ગો હેન્ડાલિંગનો સમાવેશ થાય છે. આ સફળતા પોર્ટ યુઝર્સ, કર્મચારીઓ, અધિકારીઓ અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીના સહકારથી પ્રાપ્ત થવા પામી છે. ભારતના સૌથી મોટા વ્યાપારી બંદર અને વોલ્યૂમની દ્રષ્ટિએ ટોચના કન્ટેનર પોર્ટ તરીકે, મુંદરાએ નાણાકીય વર્ષ 2024માં 180 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું કે જે ભારતમાં સૌથી વધુ રહેવા પામ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang