• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સુરતમાં ઇમારત ધરાશાયી : અનેક દબાયા

સુરત તા. 6  : રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ અને સુરત મનપાના બાંધકામ વિભાગની ટીમ કામે લાગી છે. જર્જરીત ઇમારતની નોટિસ આપ્યા બાદ પણ ઘણા રહેવાસીઓ ઇમારત ખાલી કરતાં ન હોવાની ફરિયાદ વચ્ચે આજે સુરતના સચિનમાં ત્રણ માળની ઇમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થતાં દસથી વધુ દબાયા હોવાની આશંકા છે. જેને બચાવવા માટે કામગીરી જારી છે. પંદરેક જણને નાની મોટી ઇજાઓ થઇ છે. ઇમારત પડ્યાનું જાણ થતાં સુરત પોલીસ કમિશ્નર, કલેક્ટર સહિતનો કાફલો દોડી ગયો હતો. ઘટનામાં રાહત-બચાવ માટે એનડીઆરએફની ટીમે કામે લાગી છે. શહેરમાં ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટના બની છે. એવામાં હજુ બે દિવસ અગાઉ શહેરના ગોપીપુરા વિસ્તારમાં જર્જરીત ઇમારતનો ભાગ પડ્યો હતો. આજે સુરતના સચીનમાં ત્રણ માળની ઇમારત પડી જતાં ચકચાર મચી છે. ઘટનામાં હજુ સુધી કેટલા દબાયા છે તેની માહિતી મળી નથી. ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફની ટીમ કાટમાળ હટાવવામાં લાગી છે. સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા ડીએમનગરમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતીમાં ઈમારત ઘરાશાયી થતા ઈમારતના કાટમાળ નીચે 10થી વધુ લોકો ફસાયા હોવાનુ પણ જાણવા મળ્યુ છે. તેમજ 15 જેટલા લોકોને નાની મોટી ઈજા થવા પામી છે. આ ઘટનાની જાણ થતા સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang