ગાંધીધામ, તા. 27 : રાપર શહેરમાં કરિયાણાની દુકાને
વસ્તુ લેવા જનાર ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કરતા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. આ
શખ્સને પોલીસે પકડી પાડયો હતો. રાપરમાં થોડા સમય પહેલાં મનોદિવ્યાંગ કિશોરીને બાવળની
ઝાડીમાં લઇ જઇને બદકામ કરવાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી, તેવામાં બાળકી સાથે અડપલાંના બનાવથી ભારે ચકચાર
પ્રસરી છે. રાપરના સુખડધાર રોડ બાજુ ગઇકાલે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. ચાર વર્ષીય
એક બાળકી કરિયાણાની દુકાને ખાવાનાં પડીકાં લેવા જઇ રહી હતી, તેવામાં
આરોપી અમરત ભાણા ગોહિલ નામના શખ્સે બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. બાળકી ઘરે પરત ન
આવતાં તેની માતા પાછળ-પાછળ જતાં આ કૃત્ય બહાર આવ્યું હતું. પોલીસે આ શખ્સ સામે ગુનો
દર્જ કરી તેને પકડી પાડયો હોવાનું તપાસ કરનાર પી.એસ.આઇ. પી. એલ. ફણેજાએ જણાવ્યું હતું.