દેશલપર (ગુંતલી), તા. 21 : માધાપર ખાતે
યોજાયેલી ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં નાના અંગિયાના દિવ્યાંગ રમેશ માવાણીએ
પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 2005માં મધ્યપ્રદેશના હરદામાં અકસ્માતે ડાબો હાથ ગુમાવ્યો હોવા છતાં
રમતગમતમાં સતત સારો દેખાવ કર્યો છે.