• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સૂર્યા વરસાણી એકેડેમીના છાત્રોનું સુંદર પ્રદર્શન

ભુજ, તા. 27 : તાજેતરમાં સુરતની વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા અન્ડર-9 અને 11 બાળકો માટે   રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા સિઝન-4નું આયોજન કરાયુ હતું. ગુજરાતમાંથી લગભગ ચાર હજાર બાળકે ટ્રેક એન્ડ ફિલ્ડની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ બાળકો માટેની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભુજની સૂર્યા વરસાણી એકેડેમીના 39 બાળકે પણ ભાગ લીધો હતો. શાળામાં અભ્યાસ કરતા વ્રિતી ભાનુશાલી, માન્યા ઠક્કર, કર્તવ્ય ત્રિવેદી, રાજ ઇટાલિયા સાવન ગઢવી, હેતાંશ વાસાણી, કોઠારી ન્યારા, શિના ગોરસિયા, અનરનવ બ્રહ્મક્ષત્રિય, અર્થવ પટેલ, મનવીર દાવડા, અખન પલાણી અને ટિશા શાહ અને ઝિયાન ગઢિયાએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ મેડલ જીત્યા હતા. શાળાના ચેરમેન વિજય પટેલ, ટ્રસ્ટી ધનજીભાઇ પટેલ, પ્ર્રો. પી.એસ. હિરાણી પ્રિન્સિપાલ વિનિતા રાજપૂતે બિરદાવી હતી. સ્પોર્ટસ ડાયરેક્ટર ડો. મુકેશકુમારકેના ધોળકિયા, જનક જેઠવા, સોનાલી સિંઘ, રોમારિયો પીટર, હેન્સી વરસાણી, પ્રણિત ચાલકે જયવીર જાડેજા અને ધવલ ગુંસાઇનાં કામની પ્રશંસા કરી હતી. 

Panchang

dd