નવી દિલ્હી, 27 : ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ
ક્ષેત્રની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ
અને એરોસ્પેસ ક્ષેત્રમાં વિશ્વની પ્રતિષ્ઠિત એમ્બ્રેઅરે ભારતમાં એક સંકલિત પ્રાદેશિક
પરિવહન વિમાન ઇકો સિસ્ટમ વિકસાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીઓનો
હેતુ વિમાન ઉત્પાદન, સપ્લાય ચેઇન,
આફ્ટર માર્કેટ સેવાઓ અને પાઇલટ તાલીમમાં રહેલી તકો માટે સહયોગી બની કાર્ય
કરવાનો છે. તદુપરાંત આ સહયોગી ઔદ્યોગિક ભાગીદારીનાં માધ્યમથી આત્મનિર્ભર ભારતની પહેલ
અને ઉડાન પ્રાદેશિક કનેક્ટિવિટીનાં વિઝન સાથે તાલમેલ સાધી ભારતનાં પ્રાદેશિક પરિવહન
વિમાન કાર્યક્રમને આગળ વધારવા સ્વદેશીકરણમાં તબક્કાવાર વધારો કરીને એસેમ્બલી લાઇન નિર્માણ
કરવાનો હેતુ પણ રહેશે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું
હતું કે, આર્થિક વિસ્તરણનો આધાર એવા પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રમાં
ઉડાન જેવી પહેલો ટાયર બે અને ટાયર ત્રણ શહેરમાં હવાઈ જોડાણને પરિવર્તિત કરી રહી છે
તે સમયે સ્વદેશી પ્રાદેશિક ઉડ્ડયન ઇકો સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહી
છે. જીત અદાણીએ ઉમેર્યું હતું કે, આ સહયોગ ભારત અને બ્રાઝિલ વચ્ચેના
વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા સાથે પૂરક ક્ષમતાઓને એક છત્ર હેઠળ સાથે લાવશે. આ
ભાગીદારી એમ્બ્રેયરની ડીપ એન્જિનીયારિંગ અને એરક્રાફ્ટ ઉત્પાદનની કુશળતાનો ફાયદો લેવા
સાથે અદાણીની એવિએશન વેલ્યુ-ચેઇન ફૂટપ્રિન્ટનો પણ લાભ ઉઠાવશે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના પ્રમુખ અને સીઈઓ
આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ઉડ્ડયન તરફ પ્રયાણના
એક સાહસિક પગલારૂપે અમે ભારતના પ્રાદેશિક પરિવહન વિમાનની ઇકો સિસ્ટમને આકાર આપી રહ્યા
છીએ, જે શહેરી-ગ્રામીણ વિભાજનને દૂર કરી ઉચ્ચ કૌશલ્ય રોજગારની
તકો ઉત્પન્ન કરવા સાથે એરોસ્પેસના વૈશ્વિક ઉદ્યોગમાં ભારતનું સ્થાન ઊંચું કરે છે. એમ્બ્રેયર
કોમર્શિયલ એવિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ અર્જન મેઇજરે જણાવ્યું હતું કે, એમ્બ્રેયર માટે ભારત એક મુખ્ય બજાર ઉપલબ્ધ છે, ત્યારે
આ ભાગીદારી અદાણીની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ અને સ્વદેશીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે
અમારી એરોસ્પેસ કુશળતાને જોડે છે. તેમણે ઉમેર્યું કે, અમે ભેગા
મળીને ભારતની છઝઅ મહત્ત્વાકાંક્ષાઓ અને અમલીકરણ માટેની સંભાવનાને ટેકો આપવા માટે સૌથી
વ્યવહારુ, અદ્યતન અને કાર્યક્ષમ ઉકેલોનું મૂલ્યાંકન કરીશું.