• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

શહીદોની વીરતાનો ઈતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે

ભુજ, તા. 27 : કચ્છ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને સ્મરણાંજલિ અને ભારતમાતા પૂજનના કાર્યક્રમ  અંતર્ગત મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા 77મા ગણતંત્ર દિવસની સંધ્યાએ `એક શામ શહીદો કે નામ' રાષ્ટ્રભક્તિ ગીતોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં લોકગાયક નીલેશભાઈ ગઢવી, પવન નાગર (ઈન્ડિયન આઇડલ)લોકગાયિકા ઉર્વશી રાદડિયા, ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની ગ્રુપે રસલ્હાણ પીરસી હતી. દીપ પ્રાગટય સાથે ભારતમાતા પૂજન, વીર શહીદોને શ્રદ્ધાંજલિ, ભૂકંપગ્રસ્ત દિવંગતોને સ્મરણાંજલિ, નિત્ય આરાધના ડાન્સ એકેડમીની બહેનો દ્વારા ગણેશ સ્તુતિ બાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સેના આર્મી, એરફોર્સ, બી.એસ.એફ., પોલીસ, એન.સી.સી., હોમગાર્ડ, સિવિલ, ડિફેન્સ અને પ્રશાસનિક અધિકારીઓ, મહાનુભાવો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું કે, આજે પુરો દેશ વીર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે. સાથે વીર શહીદોના પરિવારોનો ઋણી છે. તેમની વીરતાનો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનારી પેઢીઓ દેશપ્રેમદેશભક્તિથી અવગત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનોને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. દીપ પ્રાગટય બાદ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિનાં ગીતો સાથે સાથે સેનાના વીર જવાનો, પોલીસ, હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલી સંસ્થાઓનું સન્માન કરાયું હતું. બીએસએફ, ડીઆઇજી શ્રી રાઠોડ, લેફ્ટ. કર્નલ નિમેશકાંત કુમાર, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, એન.સી.સી. કર્નલ  વિકાસ પ્રભાકરજી, પૂર્વ / પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટ, ભૂમિત વાઢેર, આર.એ.સી. શ્રી મકવાણા, કલેક્ટર કચેરી, ડી.વાય.એસ.પી. શ્રી ક્રિશ્ચિયન અને શ્રી ભંગોરા, ગુજરાતી ફિલ્મ કલાકારો અંકિત સખિયા, શ્રુહદ ગોસ્વામી, કરન જોશી, રીવા રાચ્છ, શુભમ ગજ્જર, નીતિન બાલાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખ મિત ઠક્કર, જગત વ્યાસ, પ્રકાશભાઇ પટેલ, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, માવજી મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, કિશોરભાઇ મહેશ્વરીમનીષાબેન સોલંકી, મયંક રૂપારેલ, દિનેશ ગણાત્રા, વિરાટ સોલંકી, શૈલેષભાઈ ચૌહાણ, રવિભાઇ નામોરી, વિરમભાઇ આહીર, મુકેશભાઇ ચંદે, મયૂરાસિંહ જાડેજા, પૂનમ મકવાણા, અશોક હાથી, ગોકુલ ડાંગર, નીલેશ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, દીપક ડાંગર, જયંત ઠક્કર, હિતેશભાઈ ખંડોર, અલ્પેશભાઈ પટેલ, કાઉન્સિલર સંજયભાઈ ઠક્કર વિગેરે હાજરી આપી હતી.   કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા, કલ્પેશ ગોસ્વામીએ કર્યું હતું. 

Panchang

dd