• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

અંજારમાં ભૂકંપનાં 25 વર્ષે અવસાન પામેલાં બાળકોને ભીની આંખે અપાઈ અંજલિ

અંજાર, તા. 27 : વિનાશક ભૂકંપની 25મી વરસી નિમિત્તે  અંજાર ખાતે વાલી મંડળ દ્વારા  શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આરંભમાં નાની બાળકીઓના  હસ્તે દિવ્ય આત્માઓના મોક્ષાર્થે દીપ પ્રજ્વલિત કરાયા હતા. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે  પૂજાપાઠ કરાયા હતા. મૃતાત્માના મોક્ષાર્થે ભગવત નામ સ્મરણ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરાયું હતું. પ્રાંત અધિકારી એસ.જી. ચૌધરી દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ પોતાનાં વ્હાલસોયા બાળકોને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી  હતી. આજે પણ માતાઓની આંખમાંથી અશ્રૃઓની ધારા વહેતી હતી. આ વેળાએ ડેનીભાઇ શાહ, વૈભવભાઇ કોડરાણી, વિજયભાઇ પલણ, નીલેશભાઈ ગોસ્વામી, હિતેનભાઇ વ્યાસ, અમિતભાઇ સોની, પાર્થભાઇ સોરઠિયા, મહાદેવભાઇ બત્તા વિગેરે શહેરના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા. અશોકભાઈ સોની, હરિલાલભાઇ કાપડી, જીતેશભાઇ સોરઠિયા, જિતેન્દ્રભાઇ ચોટારા, મિત મહેતા જયસુભાઇ સોની, મિતેશભાઇ સોરઠિયા, રતનશીભાઇ સોરઠિયા, હરિભાઇ સોરઠિયા, સન્નીભાઇ રાઠોડ, જતિનભાઇ વેગડ, કરણ સોમેશ્વર, હીનાબેન સોમેશ્વર, આશાબેન મહેતા, વૃજલાલભાઇ સોરઠિયા, મહેશભાઇ સોરઠિયા, હરિભાઇ ભગત તથા શહેરીજનોએ  અંજલિ આપી હતી. 

Panchang

dd