કોલંબો, તા. 27 : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ
ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 53 રનથી હરાવીને શ્રેણી જીતી લીધી
હતી. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઈંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 3 વિકેટે 357 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે શ્રીલંકાની ટીમ હાંસલ કરવામાં નિષ્ફળ રહી
હતી અને 304 રનમાં ઓલઆઉટ
થઈ ગઈ હતી. આ ઇનિંગ્સનો મુખ્ય આધાર કેપ્ટન હેરી બ્રુક અને જો રૂટ હતા, જેમણે ચોથી વિકેટ માટે માત્ર 113 દડામાં 191 રનની અણનમ ભાગીદારી કરી હતી.
બ્રુકે માત્ર 66 દડામાં 11 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને અણનમ 136 રન બનાવ્યા હતા. જો રૂટે સંયમ
સાથે બાટિંગ કરી અને અણનમ 111 રન બનાવ્યા
હતા. આ પહેલાં જેકબ બેથેલે પણ 65 રનનું મહત્ત્વપૂર્ણ
યોગદાન આપીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 358 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે આક્રમક
શરૂઆત કરી હતી, પરંતુ નિયમિત અંતરાલે ટીમે
વિકેટ ગુમાવી હતી. ઓપનર પથુમ નિસાન્કાએ માત્ર 25 બોલમાં 50 રન બનાવીને મેચને રોમાંચક બનાવવાનો
પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડે
મજબૂત બોલિંગ કરી મેચ 53 રનથી જીતીને
શ્રેણી પર કબજો જમાવ્યો હતો.