બુલાવાયો, તા. 27 : અન્ડર-19 વર્લ્ડ કપના સુપર સિકસ રાઉન્ડની
પહેલી મેચમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ ભારતીય ટીમનો 204 રને મહા વિજય થયો હતો. ભારતીય યુવા ટીમના 8 વિકેટે 3પ2 રનના જવાબમાં
ઝિમ્બાબ્વે અન્ડર-19 ટીમ 37.4 ઓવરમાં 148 રનમાં ઢેર થઇ ગઇ હતી. 109 રનની અણનમ ઇનિંગ્સ રમનાર ભારતીય
બેટધર વિહાન મલ્હોત્રા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 3પ3 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ ઝિમ્બાબ્વે તરફથી ફકત ત્રણ
ખેલાડી લીરોય ચિવાઉલા (62), કિયાન બ્લિંગોર
(37) અને તેતેંદા ચિમુગોરા (29) ડબલ ફિગરમાં પહોંચ્યા હતા.
ભારત તરફથી કપ્તાન આયુષ મ્હાત્રે અને ઉધ્ધવ મોહને 3-3 વિકેટ લીધી હતી. અંબરિશને 2 વિકેટ મળી હતી. અગાઉ સુપર સિકસ રાઉન્ડના મેચમાં ઝિમ્બાબ્વે ટીમે
ટોસ જીતીને ભારતને દાવ આપ્યો હતો. ભારતીય યુવા ટીમે વન્ડરબોય વૈભવ સૂર્યવંશીની 4 છગ્ગાથી આતશી અર્ધસદી અને વિહાન મલ્હોત્રાની
અણનમ સદીની મદદથી પ0 ઓવરમાં 8 વિકેટે 3પ2 રનનો મજબૂત
સ્કોર બનાવ્યો હતો. વિહાને 107 દડામાં 7 ચોગ્ગાથી શાનદાર 109 રને નોટઆઉટ રહ્યો હતો. તેના
અને અભિજ્ઞાન કુંડુ વચ્ચે પાંચમી વિકેટમાં 113 રનની ભાગીદારી થઇ હતી. અભિજ્ઞાને 61 રન કર્યાં હતા. આ પહેલા 14 વર્ષીય ઓપનિંગ બેટર સૂર્યવંશીએ
30 દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી બાવન રન કર્યા હતા. એરોન જોર્જ
23, કપ્તાન આયુષ મ્હાત્રે 21, વેદાંત ત્રિવેદી 1પ, કનિષ્ક ચૌહાણ 3, અમબ્રિશ 21 અને ખિલન પટેલ ફકત 12 દડામાં 3 છક્કાથી 30 રને આઉટ થયા હતા. આથી ભારતીય
અન્ડર-19 ટીમે પ0 ઓવરના અંતે 8 વિકેટે 3પ2 રનનો સ્કોર
બનાવ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી તેતેંદા ચિમુગોરોએ 3 અને પનાશે મજાઇ તથા સિમ્બરાશે 2-2 વિકેટ લીધી હતી.