ભુજ, તા. 27 : ઓલ ઇન્ડિયા ચેસ ફેડેરેશન દ્વારા
તાજેતરમાં નેશનલ આર્બિટર પરીક્ષા (એસ.એન.એ.)નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાંથી 50 જેટલા ચેસ ખેલાડીએ પરીક્ષા
આપી હતી. કચ્છ પોલીસ હેડકવાર્ટર્સ ખાતે એ.ડી.આઈ. તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
સંજય વેલજીભાઇ દાવડાએ નેશનલ આર્બિટર આ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા એ ગ્રેડ સાથે પાસ કરી
ઇન્ડિયા લેવલની ડિગ્રી મેળવી છે. એ ઉપરાંત
તેઓ ચેસની રમતના નેશનલ ઈન્સ્ટ્રક્ટર પણ છે
અને સેવાના ભાગરૂપે અત્યાર સુધી 182 શાળામાં જઈ
નિ:શુલ્ક ચેસ સેમિનાર યોજી 60000 વિદ્યાર્થીઓને રમતની પાયાની
ટ્રાનિંગ આપી છે. કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા અને
હેડ ક્વાર્ટરના ડીવાય. એસ.પી. શ્રી ક્રિશ્ચન, હેડ કવાર્ટર્સના
આર.પી.આઇ. રમેશ જેસિંઘ રાતળાએ તેમને બિરદાવ્યા હતા.