માધાપર, તા. 27 : નડિયાદ ખાતે ખેલ મહાકુંભની
રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભુજની સરકારી પ્રા.
શાળા આર.ટી.ઓ. હિન્દી માધ્યમ શાળા નં.14ના ધો.8ના બે વિદ્યાર્થીઓએ
ચક્રફેંકમાં સુંદર પ્રદર્શન કર્યું છે. શાળાના કાદરી સનાબીનએ અન્ડર-14 (બોયઝ)માં 32.94 મી. દૂર ચક્ર ફેંકીને રાજ્ય
કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે, તો શેખ જ્યોતિએ અન્ડર-14 (ગર્લ્સ)માં 22.10 મી. દૂર ચક્ર ફેંકીને તૃતીય
ક્રમ હાંસલ કર્યો છે. શાળાના આચાર્યા ઉન્નતિબેન
ઠક્કરે બાળકોને બિરદાવ્યા હતા. ખેલ સહાયક શિક્ષક જિનેશભાઈ પિંડોરિયાનું માર્ગદર્શન
મળ્યું હતું. જિલ્લા રમતગમત કચેરી દ્વારા નિયુક્ત ટીમ મેનેજર આર્મી પબ્લિક સ્કૂલના
વ્યાયામ શિક્ષક વંદનાબેન ભુડિયાનો સહકાર પ્રાપ્ત થયો હતો.