• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ગાંધીધામમાં બે બાળકીની નરાધમે કરી છેડતી

ગાંધીધામ, તા. 25 : શહેરના રેડક્રોસ ચાર રસ્તા પાસે એક શખ્સે બે બાળકીઓની બપોરના અરસામાં જાહેરમાં છેડતી કરતાં તેની સામે ગુનો દર્જ થયો હતો. શહેરના રેડક્રોસ ચાર રસ્તા પાસે ગઈકાલે બપોરે આ બનાવ બન્યો હતો. હંમેશાં ધમધમતા આ માર્ગ પરથી બે નાની બાળકીઓ પસાર થઈ રહી હતી ત્યારે આરોપી રમેશ બાબુ દેવીપૂજક નામના શખ્સે ત્યાં આવી આ નાની બાળકીઓની છેડતી કરી હતી. આ બનાવથી બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને રડતી રડતી પરિવારજનોને આપવીતી જણાવી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દર્જ કરી તેને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd