• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ધમકડામાં મહિલાનાં ચારિત્ર્ય અંગે વાત કરી યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 3 : અંજાર  તાલુકાના ધમડકા ગામે આવેલી કંપનીની વસાહતમાં એક શખ્સે યુવાન ઉપર પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બીજીબાજુ ભચાઉના ચોબરીમાં ગાળો આપવાની ના પાડતાં શખ્સે યુવાનને માર માર્યો હતો. ધમડકા ગામમાં આવેલી મોનો સ્ટીલ કંપનીની શ્રમિક વસાહતમાં ગત તા. 31/1ના રાત્રે માથાકૂટ થઈ હતી. મજૂરીકામ કરનાર ફરિયાદી રાજકુમારી રસોઈ બનાવીને પોતાના રૂમ બહાર આવતાં અહીં જ રહેનાર આરોપી કમલેશ રામફલ રાવતે મહિલાના ચારિત્ર્ય અંગે વાત કરી ગાળાગાળી કરી હતીપ જેની ના પાડતાં આ શખ્સે વધુ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરતા ફરિયાદીના ભાઈ નીલેશ રાવત ત્યાં આવતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. બાદમાં આરોપીએ પાઈપ ઉપાડી નીલેશને માથામાં તથા ડાબા ખભા ઉપર માર માર્યો હતો. ફરિયાદી વચ્ચે પડતાં તેમને પણ આ શખ્સે માર માર્યો હતો. બનાવમાં ગંભીર ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક મારામારીનો બનાવ ચોબારી ખાતે વેલાભાઈ આહીરની વાડીમાં બન્યો હતો. ગત તા. 1/2ના સાંજે ફરિયાદી અમરત વજા ઠાકોર નામનો યુવાન વાડીએ કામ કરી રહ્યો હતો, ત્યારે આરોપી દિનેશ ખેતા કોળીએ તેને બોલાવતાં ફરિયાદીએ ત્યાં જવાની ના પાડી હતી, જેમાં ઉશ્કેરાયેલા આ શખ્સે ગાળાગાળી કરી ધોકા લઈ આવી યુવાનને માર માર્યો હતો, જેમાં ફરિયાદીને ડાબા પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd