ભુજ, તા. 25 : ગઢશીશા પોલીસે શંકાસ્પદ નાની-મોટી
નવ બેટરી સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ એચ. એમ. ગોહિલના માર્ગદર્શન
હેઠળ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે આધાર-પુરાવા વગરની અલગ-અલગ કંપનીની નાની-મોટી નવ બેટરી જેની કુલે કિં.
રૂા. 20 હજાર સાથે આરોપી સામત દેવા
સંઘાર (હાલ ગંગાપર, મૂળ આસરાણી)
અને અરવિંદ રતન સંઘાર (શેરડી)ની અટક કરી હતી. બીજી તરફ `તેરા તુજકો અર્પણ' અંતર્ગત શેરડીના બબાભાઈ વેલા સંઘારની ગુમ થયેલી
બેટરી નંગ-1 કિં. રૂા.
4000 ગઢશીશા પોલીસ દ્વારા સોંપવામાં
આવી હતી.