• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

આર.ઈ. પાર્કમાંથી ટ્રેક્ટરની ચોરી

ભુજ, તા. 25 : ખાવડા પાસે આર.ઈ. પાર્ક ખાતેની અદાણી કંપનીની લેબર કોલોનીમાંથી એક ટ્રેક્ટર ટોલી સહિત કિં. રૂા. 7.10 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ખાવડા પોલીસ મથકે આજે નોંધાવાયેલી ફરિયાદ મુજબ સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર નં. જી.જે. 12 એફ.ઈ. 7208 એક લાંબી ટ્રોલી સાથે એ.વી. એન્ટરપ્રાઈઝ જે આર.ઈ. પાર્ક ખાતે ભાડાં પેટે આપ્યું હતું. ટ્રેક્ટરના ચાલકે તા. 22/1ના સાંજે અદાણીની લેબર કોલોનીમાં પાર્ક કર્યું હતું અને સવારે જોવા મળ્યું ન હતું. આમ રાત વચ્ચે કિં. રૂા. 7.10 લાખનું ટ્રેક્ટર ટ્રોલી સાથે કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd