ભુજ, તા. 24 : અબડાસા તાલુકાના સિંધોડી મોટી
ગામમાં આવેલી મોટર રિપેરિંગની દુકાનમાંથી કોઈ ચોર ઈસમે બે બંડલોના બોક્સ સહિત કુલ રૂા.
31,409ના મુદ્દામાલની ચોરી કરી હોવાની
ફરિયાદ જખૌ મરીન પોલીસ મથકે નોંધાવાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, સિંધોડીના વાડી વિસ્તારમાં આવેલી દુકાનમાં ઘૂસેલા
કોઈ ચોર ઈસમે બે બંડલોના બોક્સ જેની કિં. રૂા. 23,909 તથા દુકાનમાં રહેલા કોપર વાયરનો
ભંગાર કિં. રૂા. 7,500 મળી કુલ રૂા.
31,409ના મુદ્દામાલની ચોરી કરી ગયો
હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.