નખત્રાણા, તા. 24 : અહીં તાજેતરમાં સોના-ચાંદીના
વેપારી નીલેશભાઇ સોનીને ઇજા પહોંચાડી 30 લાખથી વધારે સોનાના ઘરેણાની લૂંટનો બનાવ બન્યા પછી કચ્છ જિલ્લા
સોના- ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ પોલીસ તંત્રને જાણ કરતાં પ. કચ્છ પોલીસવડા
વિકાસ સુંડાનાં માર્ગદર્શન હેઠળ નખત્રાણા તથા કચ્છ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને
કેટલાક લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડતાં સોની મહામંડળે જિલ્લા તથા નખત્રાણા પોલીસની
સરાહના કરી ધન્યવાદ આપ્યા હતા તથા જાણ કરનારને એકાવન હજારના ઇનામની જાહેરાત કરાઇ હતી.
આ ઇનામ પોલીસ તંત્રની સૂચના મુજબ આપવામાં આવશે, એવું હિરાલાલભાઇ સોનીની યાદીમાં જણાવાયું હતું.