ભુજ, તા. 24 : માંડવી તાલુકાના ફરાદી ગામની
સીમમાં આવેલી બે પવનચક્કીમાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી રૂા. 7,12,000નું નુકસાન પહોંચાડયું હોવાની
ફરિયાદ કોડાય પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, ફરાદીની સીમમાં રિન્યુ પાવર પ્રાઈવેટ લિમિટેડ
કંપનીની બે પવનચક્કીમાં કોઈ અજાણ્યા ઈસમે ઈરાદાપૂર્વક આગ લગાડી ટ્રાન્સફોર્મર,
પાવર કેબલ તથા નુટર કેબલ સહિત મળી કુલ રૂા. 7,12,000નું આર્થિક નુકસાન પહોંચાડયું
હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.