• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

મુંદરા કસ્ટમે 150 કરોડની જપ્ત સાયકોટ્રોપિક દવાનો નાશ કર્યો

મુંદરા, તા. 24 : મુંદરા કસ્ટમ્સે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) કાયદા હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીનો નાશ કર્યો હતો. આ ગોળીઓ 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇનમેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. એનડીપીએસ કાયદા 2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યાર પછી થયેલી કાર્યવાહીમાં આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓનો ગત ગુરૂવારે કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ નાશ કવાયત એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા તા. 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન ચાલી રહેલી અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશના એક ભાગરૂપ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd