• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આપઘાતના દુષ્પ્રેરણ કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 21 : ત્રણ વર્ષ જૂના નખત્રાણા પોલીસ વિસ્તારના આપઘાતના દુષ્પ્રેરણના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે તેમજ ચેક પરત ફરવાના બે અલગ-અલગ કેસમાં બંને આરોપી દોષમુક્ત જાહેર થયા છે. માંડવી તાલુકાની બે દાવા અરજી મંજૂર અને એક નામંજૂર થયાના ચૂકાદા આવ્યા છે. વર્ષ 2022માં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રમેશ ધીરુભાઇ કામણિયાએ એવી ફરિયાદ લખાવેલી કે, મુકેશ બાબુભાઇ કામણિયા તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધ હોઇ બંને તેને હેરાન-પરેશાન કરીને ત્રાસ આપતા હોવાથી કંટાળી તેણે ઝેરી દવા પી લીધી છે અને આ ઝેરી દવા પીતા અગાઉ તેમણે સોશિયલ મીડિયામાં આ અંગે વીડિયો વાયરલ કર્યો હતો. આ બાદ મુકેશનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં આરોપી તેની પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણ અંગેનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ બાદ જામીન ઉપર છૂટકારો થયો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં 19 સાક્ષી તથા 29 જેટલા દસ્તાવેજી આધાર-પુરાવા તપાસીને તથા બંને પક્ષની દલીલના અંતે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ,?ખીમરાજ એન. ગઢવી હાજર રહી દલીલો કરી હતી. તેમની સાથે આ કેસમાં ઉમૈર એ. સુમરા, રામ એમ. ગઢવી, રાજેશ કે. ગઢવી, ખુશાલ જે મહેશ્વરી, જયેશ એન. કટુઆ, અંકીત એચ. ભાનુશાલી, નિરંજન આર. સાધુ હાજર રહ્યા હતા. ઓસમાણ સાટી તે એ વન ફર્નિશીંગના પ્રોપરાઈટરે ધંધાના માલ સામાનના બાકી રહેતાં નાણા પેટે ફરિયાદીને ચેક આપ્યો હતો, જે ફરિયાદીએ પોતાની બેન્કમાં રજૂ કરતાં તે ચેક વણચૂકવ્યે પરત ફર્યો તેવી  ફરિયાદ મુંદરામાં થઇ?હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ કેસ પૂરવાર કરવામાં નિષ્ફળ રહ્યાનું તારણ આપી આરોપી ઓસમાણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આ2ાઁપી ત2ફે વકીલ ઈમરાન એ. મેમણે હાજર રહી દલીલો કરી હતી.  કોડાયના ફરિયાદી આત્મારામ ખમુભાઇ મહેશ્વરી દ્વારા એક લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી વણચૂકવ્યો પરત?થવા બાબતે ભુજના હર્ષ રમેશભાઇ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ માંડવી દ્વારા આરોપીને  નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. માંડવી તાલુકાના રામપર વેકરા ગામમાં આવેલા વાદી દેવશી જાદવા કેરાઇના મકાનના રસ્તા ઉપર દીવાલ ઊભી કરી અને રસ્તો બંધ કરવા સંબંધે પ્રતિવાદી કેરાઇ રામબાઇ હરજી તથા તેમના વારસો વિરુદ્ધ વાદી દ્વારા દીવાની દાવા અરજી દાખલ કરવામાં આવી હતી, જે દાવા અરજી માંડવીની અદાલત દ્વારા મંજૂર કરી અને વાદી તરફે ચુકાદો આપ્યો છે. અને પ્રતિવાદીઓને રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી દીવાલ તોડી દૂર કરી અને રસ્તો ખુલ્લો કરી આપવાનો હુકમ કરવામાં આવેલો છે. આ ઉપરાંત માંડવી તાલુકાના ભોજાયમાં આવેલી વાદી પરાગ કરસન સંગારના વારસો દેવજી ઉર્ફે દેવા પરાગ સંગાર, બેબીબાઇ પરાગ સંગાર વિગેરેના ખેતરના કબજા, ભોગવટા અને માલિકી હક્ક સંબંધે પ્રતિવાદી કાનબાઇ રતનશી પટેલ તથા તેમના વારસો વિરુદ્ધ વાદી દ્વારા દીવાની દાવા અરજી દાખલ કરવામાં આવી, જે દાવા અરજી માંડવીની અદાલત દ્વારા મંજૂર કરી અને વાદી તરફે ચૂકાદો આપ્યો છે. જ્યારે  માંડવી તાલુકાના બિદડાની જમીન સંબંધી ગીરો અંગેના દાવામાં વાદી વેલુભા હાલાજી જાડેજાના વારસોએ લીલાવંતીબેન લક્ષ્મીચંદ છેડા વિગેરે વિરુદ્ધ દીવાની દાવા અરજી દાખલ કરી હતી. માંડવીની અદાલત દ્વારા વાદીના વડીલે પ્રતિવાદીઓના વડીલ પાસે દાવાવાળી જમીન ગીરો મૂકી હોવાની હકીકત સાબિત કરવામાં વાદી નિષ્ફળ?ગયા હોવાનું તારણ આપી વાદીની દાવા અરજી નામંજૂર કરી હતી અને પ્રતિવાદી લીલાવંતીબેન છેડા વિગેરેની તરફે ચૂકાદો આપ્યો હતો. આ ચારેય કેસમાં વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી સાથે અંકિત સી. રાજગોર તથા વિનય પી. મોતા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd