• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

પૂર્વ કચ્છમાં 1.71 લાખનો અંગ્રેજી દારૂ જપ્ત કરાયો

ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેની ત્રણ જુદી જુદી કામગીરી કરીને કુલ રૂા. 1,71,179નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ આ કાર્યવાહી દરમ્યાન ત્રણ શખ્સો હાથમાં આવ્યા નહોતા, જ્યારે એકને દબોચી લેવામાં આવ્યો હતો. ભચાઉના નાની ચીરઇની લાલ મોરા સીમમાં હરી ભારા બાલાસરા (આહીર) નામના શખ્સે પોતાના કબજાના ખેતરમાં એરંડાના છોડ વચ્ચે દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઇકાલે સાંજે કાર્યવાહી કરી હતી. આ ખેતરમાં એરંડાના છોડ વચ્ચે પોલીસે શોધખોળ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી. અહીંથી રોયલ સ્ટેગ 750 મિ.લી.ની 93 બોટલ તથા બડવાઇઝર બીયરના 165 ટીન એમ કુલ રૂા. 1,56,807નો શરાબ હસ્તગત કરાયો હતો. પોલીસના દરોડા દરમ્યાન આરોપી હરી બાલાસરા (આહીર) પોતાના ખેતરમાં હાજર મળ્યો ન હતો. બીજી કાર્યવાહી અંજારના ભીમાસરમાં કરવામાં આવી હતી. અહીં ગામના ચોકમાં હોલ માતાનાં મંદિર પાસે આવેલી ઓરડીમાં પોલીસે છાપો માર્યો હતો. આ ઓરડીમાંથી 750 એમ.એલ.ની બોટલ 16 કિંમત રૂા. 10,256નો દારૂ જપ્ત કરાયો હતો. જો કે, આરોપી મેહતાબસિંઘ ભૂરસિંઘ ભાટી ત્યાં ગેરહાજર મળ્યો હતો. આદિપુરના તોલાણી સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરના મોપેડ પર સવાર શૈલેષ શામજી મહેશ્વરીને પોલીસે પકડી તેની પાસેથી દારૂની 6 બોટલ જપ્ત કરી હતી. તેને આ દારૂ મયૂર પ્રવીણ જોશી નામના શખ્સે આપ્યો હતો. મયૂરને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd