• સોમવાર, 14 જુલાઈ, 2025

વોંધ પાસે વીજલાઈનમાંથી 57 હજારના કેબલની તસ્કરી

ગાંધીધામ, તા. 21 : વરસાણાથી હળવદ જતી વીજલાઈનમાં ભચાઉના વોંધ નજીક રૂ.57,600ના વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પેરેશન લિમિટેડની 400 કે.વી. વીજલાઈન વરસાણાથી હળવદ ફેઝ-2નું કામ મુંબઈની બજેલ પ્રોડક્ટ્સ નામની કંપનીને આપવામાં આવ્યું છે. આ કંપનીએ ભચાઉના વોંધ સીમ વિસ્તારમાં ટાવર ઉભા કરી વાયર નાખ્યા હતા. આ કામગીરી હાલમાં બંધ રાખવામાં આવી છે. વોંધની સીમમાં લોકેશન નંબર 28/15થી 29/0 વચ્ચે કંપનીના ચાર ટાવર આવેલા છે. આ ટાવરોમાંથી તા.18/1ની રાત્રી દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ ટાવરોમાંથી નિશાચરોએ રૂ.57,600નો 600 મીટર વાયર કાપી તેની તફડંચી કરીને લઈ ગયા હતા. બનાવ અંગે મુંબઈની કંપનીના ઉમાશંકર રામજી પ્રસાદ સિંઘ ચંદે (ક્ષત્રિય)એ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સિક્યુરીટી ગાર્ડ   તથા એજન્સી ઉપર શક વહેમ હોવાનું જણાવાયું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd