• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રાપરની સગીરાના નિકાહ કરાવનાર મૌલાનાના જામીન ફગાવાયા

ગાંધીધામ, તા. 19 : રાપરમાં સગીરાનું અપહરણ કરી નિકાહ કરાવવાના કેસના આરોપીની મૌલાનાની જામીન અરજી કોર્ટે ફગાવી હતી. આ કેસની પુર્વ વિગતો મુજબ સગીરાનું શખ્સે અપહરણ કર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી મૌલાના મોહમદ રમજાન જામમહોમદની ધરપકડ કરવામાં આવી હતી. અજમેરના આ શખ્સે  નિકાહ કરાવ્યા હતાં. આરોપીએ ભચાઉની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કોર્ટે નોધ્યું હતું કે નિકાહ રજીસ્ટર ઉપરથી જણાય છે કે આરોપીએ કન્યા અને વરરાજાની ઉમર અંગે દસ્તાવેજી પુરાવા મેળવ્યા વિના નિકાહ કરાવ્યા છે. આરોપની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિક સશેન્સ જજ બી.એલ ચોથાણીએ રેગ્યુલર જામીન અરજી નકારી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ  હાજર રહી દલીલ કરી હતી.

Panchang

dd