ભુજ, તા. 19 : અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી
સહકારી મંડળી લિ.ને વર્ષ 1983માં ટોચ મર્યાદા
ધારા હેઠળ ફાળવવામાં આવેલી જમીનનો કબજો અ.જા. સભાસદોને ન મળતાં કલેક્ટરને 21 દિવસના સ્પષ્ટ અલ્ટિમેટમના
ઉલ્લેખ સાથે ફાળવા આવેદનપત્ર પાઠવાયું હતું. અન્ય પક્ષ દ્વારા મંડળીની જમીન ફાળવણીને
પડકારવામાં આવી હતી જે લાબી કાનૂની કાર્યવાહી બાદ 2024માં મંડળીની તરફેણમાં ચુકાદો આવી ગયો હોવા છતાં અમલવારી થઇ નથી, જેથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા મંડળીના
સભાસદો દ્વારા સંબંધિત રેકર્ડની તપાસ, જરૂરી હદ-નિશાન,
સ્થળ તપાસ કરાવી કબજો સોંપવાની માંગ કલેક્ટરને કરવામાં આવી હોવાનું પ્રમુખ
હિતેષ મહેશ્વરીએ જણાવ્યું હતું. આગામી 21 દિવસમાં કબજો નહીં મળે તો સભ્યો સ્થળ પર જઇને જમીન ખેડવાની કાર્યવાહી
હાથ ધરશે અને જરૂર જણાશે તો વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ઉપસ્થિત રહેવાનું જણાવાયું
હતું. મંડળીના ઉપપ્રમુખ રાજેશ શેખવાએ જણાવ્યું હતું કે, જમીન અમારો હક છે અને મંડળીને ફાળવાયેલી જમીનનો
એસએસઆરડીનો કેસ પણ અમે જીત્યા હોવાથી વાવેતર કરવાનો અમારો નિર્ધાર છે. દીપક પરમાર,
તુલસી ગરવા, ખીમજી મહેશ્વરી, નૂરમામદભાઇ, રાહુલ પાતારિયા, અનિલ
મહેશ્વરી, કરશન સીજુ, ગોવિંદ ભરાડિયા અને
સભાસદો રાણા રવા શેખવા, અનિલ શેખવા, પૂંજા
શેખવા, લાખના ભગુ શેખવા, લાખના જીવા શેખવા,
વાલુ શેખવા, કાનજી ફફલ, ધનજી
ગરવા, લાખના વેલા શેખવા, ગોવિંદ શેખવા,
ભીખા શેખવા, લાખના કાગી, કાનજી મેરિયા, લાધા કાગી, જેરામ
શેખવા, જીવા શેખવા, કરસન શેખવા અને વનિતા
શેખવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.